1.74 - એવી તે શી કસક હતી એ બનાવમાં / હેમેન શાહ


એવી તે શી કસક હતી એ બનાવમાં,
આખો ઈલાકો આવી ગયો છે તનાવમાં.

નહિ તો ફૂલોની વેલથી પડદો બને નહીં,
ન્હાતું હશે જરૂર કોઈ આ તળાવમાં.

ભાષાની ભુલભુલામણીમાં એ જતી ગઈ,
વ્યક્તિ રજૂ ન થઈ શકી જે હાવભાવમાં.

બાલિશ પ્રયાસ છે અનંતોને વિભાજવું,
કોઈ ન ઈસવીસન છે સમયના સ્વભાવમાં.

સારું, ખરાબ જેવું તો જગમાં કશું નથી,
વ્યાખ્યા રચી છે કોઈએ પૂર્વે ઠરાવમાં.


0 comments


Leave comment