1.83 - બહુ ઓછા સમય માટે અમેરિકાથી આવે છે / હેમેન શાહ


બહુ ઓછા સમય માટે અમેરિકાથી આવે છે,
જગતમશહૂર છે એવું લીલું પાનું ધરાવે છે.

રહેવા ફલૅટ છે જુદો અને ફરવાને ટોયોટા,
વળી ત્યાં પાસબુક એની રકમ જાડી બતાવે છે.

ઊંચાઈ પાંચ-નવ, વય ત્રીસ, સ્વભાવ એકંદરે સારો,
મિલાવી હાથ જાણે છે, ને પાર્ટીઓમાં ફાવે છે.

અને માગાં તો ઢગલાબંધ આવે અહીં કિન્તુ,
પસંદ બહોળી મળે તેથી જ છાપામાં છપાવે છે.

ફલાણાં ઢીકણાં મુરબ્બીઓમાં આ છે સરનામાં,
તરત સંપર્ક સાધો એમ એ ટૂંકમાં જણાવે છે.


0 comments


Leave comment