2 - જે કોઈ પ્રેમ અંશ / પ્રસ્તાવના / કિરીટ દૂધાત


     ગુજરાતી વાર્તાકારોમાં રાજકીય સભાનતા સાથે કામ પાડનાર એક -બે વાર્તાકારોમાં બિપિન પટેલનું નામ અવશ્ય લેવું પડે. નાગરિકની સ્વતંત્રતા રાજ્યસત્તા, ઇન્સ્ટિટ્યુશન અને અદાલત પણ કેવી રીતે ભૂંસી નાખે છે. તે 'પિટિશન' જેવી વાર્તામાં જોઈ શકાય છે તો પૂરતી તૈયારી વગર નાગરિક ધર્મ બજાવી શકાતો નથી એની વાત 'કાચું કપાયું'માં જોવા મળશે. એમનો બીજો પ્રિય વિષય સ્ત્રી-પુરુષના પ્રેમનો અને તે નિમિત્તે માણસની અંદરનો 'મિસ્ટર રાઈટ' કેવી રીતે બહાર આવી જાય છે તેની વાત 'રંડી' વાર્તામાં થઇ છે, 'જે કોઈ પ્રેમ અંશ'માં પત્નીનું મરણ થયું છે પછી તેની બેવફાઈની જાણ થાય છે ત્યારે ઉદાર બનીને માફ કરવા સુધી જતા પતિની વાત પણ છે. તો 'સ્પ્લિટ એ.સી.'માં મધ્યમવર્ગના કુટુંબની નાની નાની સુખ-સગવડની મહત્વાકાંક્ષામાંથી 'કુટુંબ'ની વિભાવના કેવી રીતે કસોટીએ ચડે છે તેની વાત છે. એ સિવાયની વાર્તાઓમાં પણ મધ્યમવર્ગના ગુજરાતી સમાજની રગ પારખવાની એમની હથોટી અહીં વર્તાયા વગર રહેશે નહીં. આમ 'જે કોઈ પ્રેમ અંશ' નવ વાર્તાઓનો સંગ્રહ હોવા છતાં 'નાનો પણ રાઈનો દાણો' એ ઉક્તિ સાર્થક થતી વાચક અનુભવશે.

- કિરીટ દૂધાત


0 comments


Leave comment