2.7 - મળતું ના કંઈ પણ મફત, ચતુર કરો વિચાર / હેમેન શાહ


મળતું ના કંઈ પણ મફત, ચતુર કરો વિચાર,
આપી દીધું છે જગત, ચતુર કરો વિચાર.

મેળવવાને દૂરનું, પાસેનું ખોવાય,
કોની મેલો છો મમત? ચતુર કરો વિચાર.

માણસ એનો એ રહે, પડછાયા લંબાય,
કોણે માંડી છે રમત? ચતુર કરો વિચાર.

દહન થશે કે એ દફન, મોટો છે મતભેદ,
મડદાં સૌ છે એકમત, ચતુર કરો વિચાર.

તૂટે ના કોઈ રીતે વ્યાપક માયાજાળ,
નાહક શા માટે સતત ચતુર કરો વિચાર


0 comments


Leave comment