2.11 - શમી ગઈ છે સરોવર જલ ઉપર હલચલ હજી હમણાં / હેમેન શાહ


શમી ગઈ છે સરોવર જલ ઉપર હલચલ હજી હમણાં,
પવનની રાજકન્યા દોડી ઉચ્છૃખલ હજી હમણાં.

જૂના ઘર જેમ આકસ્મિક રીતે તૂટી પડે છે સાંજ,
લખ્યું દ્વારે કશું કંકુ વડે ઉજ્જવલ હજી હમણાં.

તિમિરઘન રાત... સૂસવાટાથી ખૂલતો વૃદ્ધ દરવાજો....
સમય નતશિર યુવક જેવો, થયો દાખલ હજી હમણાં.

અચાનક મૃત્યુ પામેલી નવોઢા-શી અરવ આજે,
પહેર્યા’તાં નદીએ પાણીનાં પાયલ હજી હમણા.

પછી એકાદ ચોક્કસ રૂખ તરફ વળતો નજર આવું,
નિહાળું સત્ય ને ભાંતિનું સીમાસ્થલ હજી હમણાં.


0 comments


Leave comment