2.12 - મોસમ આ માતબર છે / હેમેન શાહ


મોસમ આ માતબર છે,
ખૂશ્બૂની બસ ખબર છે,
ફૂલો ય ડાક-ઘર છે.

જોકે નૂપુર વગર છે,
તાદારે દિમ તનન-શી
કોની ચપળ નજર છે?

ઉન્મત્ત શું ઉમર છે,
પુષ્પોને, પાંદડાંને,
પૂછું છું કોનું ઘર છે?

ખામોશીનો પ્રહર છે,
દરિયાઈ વાયરાની
પાંખી અવરજવર છે.

દ્રુત તાલની અસર છે,
વાજિંત્ર હો કે માણસ,
બન્નેના તંગ સ્વર છે.

અંદર બધું ઈતર છે,
નિષ્ઠા, ઈમાન, ગૌરવ,
એ તો ઉપર ઉપર છે.


0 comments


Leave comment