2.8 - કાવ્ય ૩૫ સુધામય રાગિણી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


‘અચર તરુનાં પાણી....પલક વિસર્યા નેત્ર’
પુલિન પરના તરુનું વિરલ વર્ણન. નિરીક્ષણથી નવાજેલું આ ચિત્ર અદ્ભુત છે. કારણ કે એથી તરુઓ પ્રેમીજનોનાં પ્રતીક બની ગયાં છે. આવી ચિત્રાત્મકતા આ કવિની આગવી શક્તિ છે.

‘અધિક સરક્યાં પાસે....મળ્યા જીવ ચુંબને ‘
આ કાવ્યમધુર ચિત્ર કવિનો ઇન્દ્રિયરાગ (Sensuousness) પ્રગટ કરે છે, આ પ્રકારનાં, ચિત્રાત્મકતા અને ઇન્દ્રિયરાગથી સભર ભર્યાં D.G. Rossetti નાં ‘The House of Life' નાં સોનેટો વાંચી જવા રસિકજનોને આગ્રહ છે.


0 comments


Leave comment