3.15 - ગીત ૭ પીળી છે પાંદડી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


આગળના ગીતની જેમ જ અહીં પણ ગ્રામકન્યાનો પ્રણયભાવ વ્યક્ત થયો છે. ખેતરમાં પોતાના માળે બેસીને બાજરીના ખેતરનું દર્શન કરતી કન્યાને કાળી બાજરીમાં કૃષ્ણનું અને તેની પીળી પાંદડીમાં રાધાને ચિત્ર અંકાયેલું જણાય છે તેમાં પોતાના ચિત્તના રાગને એ વ્યક્ત કરી રહે છે, ચિત્તમાં જાગેલા પ્રણયના તોફાનને વ્યક્ત કરે છે

‘આવડા અધિકડા....ઝૂલનારા' - આ પંક્તિઓ આંબાડાળે ઝૂલતી વૈશાખી બપોરનું ચિત્ર રજૂ કરે છે. કલ્પન ખડાં કરવાની શક્તિનો અહીં પણ અચ્છો પરિચય મળી રહે છે.

કાળવો-કાળો, સાંજરો-સાંજ (ઉપરની પંક્તિમાંના ‘બાજરો’ શબ્દના પ્રાસમાં ખેંચાઈ આવેલો શબ્દ), ઝાકળિયે-ખેતરમાં પાકના રક્ષણ માટે ખેડૂતે રહેવા માટે ઊભો કરેલો માળો કે માંચડો, અકારા- અણગમતા, કાલિંદરી-જમુના.


0 comments


Leave comment