3.17 - ગીત ૯ આપણાં બેનાં એક બન્યાં મન / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


પ્રણયમાં એકત્વનો ભાવ અનુભવાય એ ક્ષણમિલનના આનંદ પછી જાણે કોઈએ ચિરવિરહનો શાપ આપ્યો છે, એ અનુભૂતિનું વિપ્રલંભ શૃંગારનું ગીત.

‘ક્ષણનું મિલન.... કરુણ વ્યથા.' -
મિલન છે માટે જ વિરહ છે. મિલન તો ક્ષણિક જ છે, પરંતુ વિરહ ચિરકાલીન છે. ક્ષણનું પણ જો મિલન ન થયું હોત તો ચિરવિરહની વ્યથા ન ભોગવવી પડત. કવિનું આ ચિંતન અહીં સંધ્યા સમયે થોડી ક્ષણો માટે ખીલતી શુક્રતારિકાનું દર્શન અને એ જ સમયે શુક અને સારિકાના મધુર ક્ષણિક ટહુકાનું શ્રવણ કર્યા પછી તરત જ અંધકાર અને મૌન વ્યાપી વળે છે તે આનંદ પછી આવતી ચિરવિષાદની સ્થિતિના નિરૂપણમાં કલાત્મક રીતે વ્યક્ત થયું છે.

ગોધૂલિ-ગોરજ, શુક-પોપટ, અરુણ-કથા- પ્રેમની કથા (અરુણ એટલે રતાશ પડતો રંગ અને એ રાતો રંગ અહીં પ્રેમનું સૂચન કરે છે), કેતુ-એક ગ્રહ, જે અહીં મિલનને વિરહમાં પલટાવી નાખનાર તત્ત્વનો સૂચક બને છે; નંદવાણી-તૂટી ગઈ.


0 comments


Leave comment