4.3 - તને જોઈ જોઈ તો ય તું અજાણી / રાજેન્દ્ર શાહ


તને જોઈ જોઈ તો ય તું અજાણી
(જાણે) બીજને ઝરૂખડે ઝૂકી'તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.....

વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની,
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી....

પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને,
સીમ સીમ રમતી તું ના'વતી જરી કને,
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાંનાં પાણી..


0 comments


Leave comment