85 - ઓરડો ભરાય છે / જવાહર બક્ષી


દિન પસાર થાય છે
જિંદગી જિવાય છે

આપણે તો કૈં નહીં
વાત સંભળાય છે

બસ હું એકલો જ છું
ઓરડો ભરાય છે

હાલ પૂછશો નહીં
દર્દ નાસી જાય છે

કોણ સાંભળી શકે
એની વાત થાય છે

નીકળી પડો ‘ફના’
ખૂબ મોડું થાય છે


0 comments


Leave comment