૨૫ - પી ગયો / જવાહર બક્ષી


મેં ક્યારે કહ્યું કે સ્મરણ પી ગયો
ફક્ત હોઠ પરથી રટણ પી ગયો

મને શુષ્ક નજરે એ જોતા રહ્યા
ને હું ભીનું વાતાવરણ પી ગયો

વધીને તરસ જાણે તડકો બની
હું જળ સાથે પડછાયા પણ પી ગયો

મને દોટ મૂકવા શું કહેતો હશે ?
આ રસ્તો, જે મારાં ચરણ પી ગયો

હો છાંટા કે છાલક કે બારેય મેહ
રહ્યું એનું જે કૈં વલણ, પી ગયો

બે ક્ષણ વચ્ચે મેં જળસમાધિ લીધી
લો, આખું સમયનું ઝરણ પી ગયો0 comments


Leave comment