2.3 - બાલવાણ ભાટ / ચારણી સાહિત્યના પ્રાચીનકાલીન કવિઓ / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
દંતકથાઓમાં જેનો નામોલ્લેખ છે અને જેને માવલ વરસડાએ કાવ્યચર્ચામાં હરાવ્યાનું કંઠસ્થ પરંપરાથી કહેવાતું આવ્યું છે. (‘ઊર્મિ નવરચના' (માસિક) ‘દુહો દસમો વેદ' વિશેષાંક સને ૧૯૭૮ નવેમ્બર. ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિગણ, લે. રતુદાન રોહડિયા, પૃ. ૩૭૯) તેના નામાભિધાનવાળી એક જ રચના ‘જગદંબા સ્તવનના છંદ' રૂપે પ્રાપ્ત થાય છે. (સૌ.યુ.ચા.સ.હ.પ્ર. ભંડાર ચો.નં. ૬૯, હ.પ્ર. નં.૩૦૦૫) જેનો અંતનો પુષ્પિકા લેખ આ પ્રમાણે છે :
॥ छंद बालवाण भाटरा किहल छि : ला : गा : नथु रतनभाई जे वांचो सीषो त राम राम वांचजो ॥ (સૌ.યુ.ચા.સ.હ.પ્ર. ભંડાર ચો.નં. ૬૯, હ.પ્ર. નં.૩૦૦૫)
॥ छंद बालवाण भाटरा किहल छि : ला : गा : नथु रतनभाई जे वांचो सीषो त राम राम वांचजो ॥ (સૌ.યુ.ચા.સ.હ.પ્ર. ભંડાર ચો.નં. ૬૯, હ.પ્ર. નં.૩૦૦૫)
આંતરપ્રમાણમાં નીચેની પંક્તિમાં બાલવાણ ભાટનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે :
बालवांण भाट बिदावळि ।तणि वेला तेडाविउ || ૨ || (સૌ.યુ.ચા.સ.હ.પ્ર. ભંડાર ચો.નં. ૬૯, હ.પ્ર. નં.૩૦૦૫)
છંદની એક કડી આ પ્રમાણે છે :
घररूप मछ अवतार धरिउ ।क्रसंन प्रथमी कारणि ।हरि नाग म्रघ मष व्रंम हुतु ।दन संबवु डारणि ।वण चिड दाणव वेद वाळे ।ओपिइं अप्रंम परी |कुंआरी काआ जगजाआ ।आदि माआ ईसवरी || १ ||(સૌ.યુ.ચા.સ.હ.પ્ર. ભંડાર ચો.નં. ૬૯, હ.પ્ર. નં.૩૦૦૫)(ક્રમશ :...)
0 comments
Leave comment