2.21 - ફક્ત પ્રશ્ન એક જ ખરો છે: ‘પછી શું?' / હેમેન શાહ


ફક્ત પ્રશ્ન એક જ ખરો છે : ‘પછી શું ?’
હજી હાથમાં મોગરો છે પછી શું?

સમંદર અહીં છીછરો છે પછી શું ?
વખત પૂરતો મહાવરો છે પછી શું?

પડે દુઃખ તો સાચું નહીં માની લેતા,
સમય આ જરા મશ્કરો છે પછી શું?

દિવસ ખાખી કપડે જ હાજર થવાનો,
ગુલાબી આ ઉજાગરો છે પછી શું?

ફકીર પણ ગઝલ ગાય ઈશ્કે-મિજાજી,
વસંતી વિકળ વાયરો છે પછી શું?


0 comments


Leave comment