2.23 - ક્યાં હશે? કોને ખબર? અહીંયા નથી / હેમેન શાહ


ક્યાં હશે ? કોને ખબર ? અહીંયા નથી,
જ્ઞાનની ઉજ્જવળ અસર અહીંયા નથી.

બાગ પણ ચોકી વગર અહીંયા નથી,
ભાગ! ફોરમ લઈ, નજર અહીંયા નથી.

ક્યાંય ને ક્યારેય એ મળશે નહીં,
અબઘડી આજે અગર અહીંયા નથી.

હોય નિર્ધનતા તો શું આથી વધુ ?
કે સ્વમાની કોઈ સ્વર અહીંયા નથી.

આ શહેરમાં શોહરત પુછાય છે.
બાકી ચીજોની કદર અહીંયા નથી.


0 comments


Leave comment