2.24 - આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ / હેમેન શાહ


આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ,
બેઉ કાં સરખું વિચારે એ વિષે વિસ્મિત છીએ.

હોય છે સઘળી ક્ષિતિજો ખુશનુમા આભાસ બસ,
કોણ કહે છે કે અમે આ દેહમાં સીમિત છીએ ?

આપણે સહચર અરણ્યોના, પરંતુ તે સ્વજન !
કાં નિરંતર એકબીજાના વડે ભયભીત છીએ ?

હું ને તું ક્યારે સમાનાર્થી બની શકશું કહે,
વ્યાકરણ જો માંડીએ તો સર્વદા વિપરીત છીએ.

રથ ગરે, વીંટી સરે, ખીલા ખૂંપે, ગોળી ચલે,
હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ.


0 comments


Leave comment