2.4 - બીજલ, સોમંગ અને દુદો / ચારણી સાહિત્યના પ્રાચીનકાલીન કવિઓ / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા


   લાખા ફુલાણીના દરબારમાં માવલ વરસડા ઉપરાંત બીજલ, સોમંગ અને દુદો નામે બીજા ત્રણ ચારણ કવિઓ હતા. (‘ઊર્મિ નવરચના' ‘દુહો દશમો વેદ' વિશેષાંક નવેમ્બર-૭૮ ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિગણ’ લે. રતુદાન રોહડિયા.) એમાં કવિ બીજલે જૂનાગઢના રા' ડિયાસ પાસેથી માથાનું દાન મેળવ્યાની લોકકથા પ્રસિદ્ધ છે. બીજલ કવિએ રા’ડિયાસને ઉદ્દેશીને કહેલા દુહાઓમાં કચ્છી ભાષાની છાંટ વર્તાય છે. લોકમુખે પરંપરાગત રીતે વહેતા દુહાઓની ભાષામાં ફેર પડી જાય તે સ્વાભાવિક છે.
વાઢી દે ને વીર, મથ્થો મંગણહારને,
દાતારાં મન ખીર, અદાત્તારાં મન કઠણએ ...૧
(હે વીર રાજા, યાચક એવા મને તું શિશ કાપીને દાનમાં દે. દાતાર નર માટે એ કામ સહેલું અને અદાતાર માટે ઘણું કઠિન છે.)
(‘ઊર્મિ નવરચના' ‘દુહો દશમો વેદ' વિશેષાંક નવેમ્બર-૭૮ ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિગણ’ લે. રતુદાન રોહડિયા.)
   બીજા કવિ સોમંગને ચીની બેલા ગામના જાગીરદાર વિકિયા પુનાણીએ ઋતુ વગરનાં પીલૂનું દાન આપ્યાની વાત દુલેરાય કારાણીએ પોતાના પુસ્તક ‘કચ્છ કલાધર' ભાગ-૧માં આપી છે. તેમાં સોમંગ રચિત એક દુહો પણ છે :
લાખા ! ઉપરે ન્યાર કુરો કુજાડો મટમેં;
તો ગુરેઆ મી મંગેઆ, ડિનાં વડે ડાતાર... ૨
(લાખા ! જરા આ ઘડામાં જો, શું છે ? તેં કહ્યું. મેં માગ્યું અને એ મહાદાતારે આપ્યું !)
   જ્યારે દુદો એ ચારણોમાં દંતકથાનું પાત્ર બની રહ્યો છે !
(‘ઊર્મિ નવરચના' ‘દુહો દશમો વેદ' વિશેષાંક નવેમ્બર-૭૮ ‘ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહા, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિગણ’ લે. રતુદાન રોહડિયા.)
(ક્રમશ :...)


0 comments


Leave comment