2.33 - અભિધા મહીં કે કહો વ્યંજનામાં / હેમેન શાહ


અભિધા મહીં કે કહો વ્યંજનામાં,
ન રાખો મુખે હાવભાવો નનામા.

ફરક ક્યાં છે આનંદ કે વેદનામાં?
જુઓ બેઉ લઈ જાય ઉત્તેજનામાં.

દીસે સાવ નિસ્તેજ આ ધ્યેયપ્રાપ્તિ,
કસક સપ્તરંગી હતી ઝંખનામાં.

રજૂ કર અભિપ્રાય કાંટાસહિત તું,
ન રેશમ બિછાવી દે પ્રસ્તાવનામાં.

મિલનની ઋતુઓ અચાનક વીતી ગઈ,
ન પડપૂછ કોઈ, નથી પંચનામાં.


0 comments


Leave comment