2.35 - વિશ્વની ઘટમાળમાં એક કંઈ જુદું ભાળી ગયો / હેમેન શાહ


વિશ્વની ઘટમાળમાં એક કંઈ જુદું ભાળી ગયો,
તો બીજો કર્કશ ગતિચક્રોથી કંટાળી ગયો.

એક વિચલિત ના થયો બિલકુલ કથાના કેન્દ્રથી,
તો બીજો સો ઉપકથામાં વ્હેણને વાળી ગયો.

એકને વરસાદના સઘળા પ્રપંચો પ્રિય છે,
તો બીજો આખી તુ કપડાંઓ સંભાળી ગયો.

એકને સ્પર્શ્યા કરે ક્ષણનાં વિવિધ મોહક રૂપો,
તો બીજો જડ માન્યતા વર્ષોની પંપાળી ગયો.

એક ઊંડો ઊતર્યો છે તથ્યના પેટાળમાં,
તો બીજો તકતી ઉપર મીણબત્તીઓ બાળી ગયો.


0 comments


Leave comment