2.40 - હોય જરૂરી જરા મહેર / હેમેન શાહ


હોય જરૂરી જરા મહેર,
ના ખોદો બહુ ઊંડી નહેર.

તડકાથી બચવા તું પહેર
જંગલની આ શીળી લહેર.

ગામ દઈ દે આલિંગન,
ઓળખ પૂછે રોજ શહેર.

ગૂઢ લખાણો કુદરતના,
થોડો પાને પાને ઠહેર.

શાયરનું જીવન શું છે?
તંગ કાફિયા, ટૂંકી બહેર.
= = =
બહેર – ગઝલનો છંદ


0 comments


Leave comment