4.24 - આવડો મ લોભ તે કીજીએ 'લી મોરલી ! / રાજેન્દ્ર શાહ


આવડો મ લોભ તે કીજીએ ‘લી મોરલી !
આવડો મ લોભ તે કીજીએ રે લોલ;
અમરતને એકલાં મ પીજીએ 'લી મોરલી !
અમરતને એકલાં મ પીજીએ રે લોલ.

મંજરીની ગંધથી યે મીઠેરા કંઠની
કોયલની વાણ ઝંખવાણી રે લોલ;
તું રે તારી વેણ-પાંખે રમત કૈં
અવની આકાશ રહી માણી રે લોલ.

આવડું ગુમાન તે મ કીજીએ 'લી મોરલી !
આવડું ગુમાન તે મ કીજીએ રે લોલ;
તરસૂં બીજાંની થોડી પ્રીછીએ 'લી મોરલી !
તરસૂં બીજાંની થોડી પ્રીછીએ રે લોલ.


0 comments


Leave comment