3.22 - ગીત ૨૮ હો સાંવર થોરી અઁખિયનમેં / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


   નાયિકા રાધાની ઉક્તિરૂપે પ્રણયગીત. આગળના ગીત કરતાં આમાં રાજસ્થાની ભાષાશૈલીની છાંટ સવિશેષ છે. ‘હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ' જેવી પંક્તિઓમાંનાં શબ્દચિત્રો રુચિર અને રાગમય છે.

   સાંવર-પ્રિયતમ, (કૃષ્ણ) થોરી-તારી, લાલ-(અહીં) મસ્તીભર્યું, નાગર-નગરવાસી (સામાન્ય રીતે કૃષ્ણે મથુરાનગરીમાં વાસ કર્યો ત્યારથી એ ગોપ મટી નગરવાસી થયા. આથી એમને માટે વાપરવામાં આવતું વિશેષણ) લીની-લીધી, ડફ-એક વાદ્ય, ભયે નિહાલ-ન્યાલ થઈ ગયાં.


0 comments


Leave comment