1.12 - કોણ એ ? / સુંદરજી બેટાઈ


(પંચપદી)
વન સઘન ચોમેરે ઘેરી મને નવ મૂંઝવે;
ઉપવન તણા આરામોની ન લાલચ છે લવે;
ગહન નભને ચીંધે વીંધે ન એકલ વૃક્ષ યે;
મુજ નજરને વીંખે પીંખે છતાં પણ કોણ એ ?
અનિકટ છતાં ભાસે ઊભું સદાય સમીપ એ.

(માર્ચ, ૧૯૭૧)


0 comments


Leave comment