1.14 - નિષ્ફલ પેરવી / સુંદરજી બેટાઈ
(ષટ્પદી)
ગુલાબ કંટકમય, ગુલાબમય કંટક :
અરે જીવિત તે ક્યાંથી અગુલાબ અકંટક ?
ગુલાબો ના ગુલાબો રહે; ના રહે કંટક કંટક :
બંનેય શે બની રહેતાં ઝાઝાં જીવિતવંચક ?
થતું ઘડી, ઘડી આંખો લઉં ત્યાંથી હું ફેરવી;
કિન્તુ નિષ્ફલ એ મારી બનતી નિત્ય પેરવી.
(એપ્રિલ, ૧૯૭૧)
0 comments
Leave comment