1.15 - હું भूमा ઝંખેલો— / સુંદરજી બેટાઈ


(પંચપદી)

ચહ્યું’તું ચ્હાવાનું કંઈ કંઈ લહેર્યું ભર્યું અહીં,
ચહાયું તે તો હા અણુઅણુ તણા સ્વલ્પ અણુશું
ચહ્યું’તું સ્હાવા મેં અહિંતહિં ઘણેથી ઘણુંય તે,
ઠર્યું જોતાં હૈયે લઘુક કણથી ના અધિક એ :
હું भूमा ઝંખેલો ક્ષણકણ પડ્યો લુબ્ધ લપટે.

(૧૯૬૮)


0 comments


Leave comment