1.17 - વંચના કે કલા ? / સુંદરજી બેટાઈ


(પંચપદી)

શાં વૃત્તવૈવિધ્ય મનુષ્યચિત્તનાં
માંડૂક્યથી મોક્ષ લગી વિવર્તતાં,
લાધ્યાઘડીએ જ દિશે નિવર્તતાં !
સૌભાગ્યની એ કરુણાર્દ્ર વંચના ?
દુર્ભાગ્યની વા કમનીય એ કલા ?

(૨૫-૩-૧૯૭૦)


0 comments


Leave comment