32 - હાથમાં તોડેલી કસમ લાવ્યા / અશરફ ડબાવાલા


હાથમાં તોડેલી કસમ લાવ્યા,
આપના ઘર સુધી કદમ લાવ્યા.

રંગ લોહીનો યાદ કરવા જો,
એક ભૂલાયેલો જખમ લાવ્યા.

શાનથી મનને મારવા માટે,
રીત લાવ્યા ને લ્યો રસમ લાવ્યા.

પાપ કરવાની બીક લાગી, તો –
આપણે વાતોમાં ધરમ લાવ્યા.

જોગ લાગ્યા જો સાવ ખારા, તો –
અંગ પર યાદોની ભસમ લાવ્યા.


0 comments


Leave comment