2.5 - આણંદ અને કરમાણંદ / ચારણી સાહિત્યના પ્રાચીનકાલીન કવિઓ / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / રતુદાન રોહડિયા
સોલંકીયુગના ચારણકવિઓમાં શિરમોડ રૂપ કહેવાય તેવા તો આણંદ અને કરમાણંદ મિશણ છે. તેઓમાં આણંદ પિતા અને કરમાણંદ પુત્ર હતા. ( (क) કમાણંદના વંશજ, ભરાવાનજી મિશણને મુખે, સ્થળ મમ્માણા, તા.30-૦૯-૧૯૭૦, (ख) ‘ઊર્મિ નવરચના’ (માસિક) ઓગસ્ટ, ૧૯૭૮, આણંદ-કરમાણંદનાં ૧૧ કાવ્યો. લે. રતુદાન રોહડિયા, પૃ. ૧૭૭) મૂળ તો તેઓ થરપારકરના બોગનિઆઈ ગામના હતા અને પછી સિદ્ધરાજ જયસિંહ તરફથી મમ્માણા ગામ દાનમાં મેળવેલું. હાલ ત્યાં કરમાણંદના વંશજો મોજૂદ છે ( (क) કમાણંદના વંશજ , ભરાવાનજી મિશણને મુખે, સ્થળ મમ્માણા, તા.30-૦૯-૧૯૭૦, (ख) ‘ઊર્મિ નવરચના’ (માસિક) ઓગસ્ટ, ૧૯૭૮, આણંદ-કરમાણંદનાં ૧૧ કાવ્યો. લે. રતુદાન રોહડિયા, પૃ. ૧૭૭) અને તેઓ કરસાણંદ મિશણની ૨૨મી પેઢીએ થાય. ( (क) કમાણંદના વંશજ , ભરાવાનજી મિશણને મુખે, સ્થળ મમ્માણા, તા.30-૦૯-૧૯૭૦, (ख) ‘ઊર્મિ નવરચના’ (માસિક) ઓગસ્ટ, ૧૯૭૮, આણંદ-કરમાણંદનાં ૧૧ કાવ્યો. લે. રતુદાન રોહડિયા, પૃ. ૧૭૭) આ હકીકતને જૂનાં કાવ્યોનો પણ ટેકો છે. મમ્માણા ગામના આઠ પેઢી પહેલાંના પૂર્વજ વીરદાન મિશણે મમ્માણા ગામ પર રાજ્યની ભીંસ આવતા ત્રાગું કરેલું તે વેળાનું એક કાવ્ય છે :
રાજડ માન શ્રી કૃષ્ણ રિસાણા,લેવા કજ શાસણ લોભાણા,એમ આખે વીરદાસ આપણા;તો મૂં ઊભાં કંમ જાય મમ્માણા..૧જગ જાણે સિદ્ધરાજ દહિયા જેહ,આણંદ કરમાણંદ લહિયા એહ;બાપ દીકરો ઘણું ખાટ્યા બે,તો ત્રાગાળો વીરદાસ ન દિયે તેહ.... ૨(રાજા કૃષ્ણાજી કોપાયમાન થયા અને તેમના દિલમાં ચારણોને મળેલું દાન (શાસણ) પડાવી લેવાનો લોભ જાગ્યો. ત્યારે વીરદાસ મિશણ કહે છે : મારાં ઊભાં (જીવતાં) મમ્માણા ગામ મારા હાથમાંથી કેમ જાય ? કેમ જાવા દઉં ? જગતે જાણે છે કે પાટણપતિ સિદ્ધરાજ જયસિહદેવે એ દાન આપેલું છે અને આણંદજી અને તેમના પુત્ર કરમાણંદજીની બેલડીએ તે મેળવ્યું છે. તેને ત્રાગું કરવાવાળો એવો વીરદાસ મિશણ એમને એમ (ત્રાગાં કર્યા વગર) તો નહિ જ જવા દઉં.)( (क) કમાણંદના વંશજ , ભરાવાનજી મિશણને મુખે, સ્થળ મમ્માણા, તા.30-૦૯-૧૯૭૦, (ख) ‘ઊર્મિ નવરચના’ (માસિક) ઓગસ્ટ, ૧૯૭૮, આણંદ-કરમાણંદનાં ૧૧ કાવ્યો. લે. રતુદાન રોહડિયા, પૃ. ૧૭૭)
દંતકથા એવી પ્રચલિત છે કે કંકાળણ નામે ભાટ કવયિત્રી કાવ્યચર્ચામાં અતિ કુશળ હતી. એ વિદુષી નારીને કાવ્યચર્ચામાં આણંદ-કરમાણંદે હરાવેલી. એના ઉપલક્ષ્યમાં સિદ્ધરાજે આણંદજી અને કરમાણંદજીને રાજકવિની પદવી આપી ને મમ્માણા ગામ આપેલું. કરમાણંદજી પ્રજ્ઞાચક્ષુ હતા. ( (क) કમાણંદના વંશજ , ભરાવાનજી મિશણને મુખે, સ્થળ મમ્માણા, તા.30-૦૯-૧૯૭૦, (ख) ‘ઊર્મિ નવરચના’ (માસિક) ઓગસ્ટ, ૧૯૭૮, આણંદ-કરમાણંદનાં ૧૧ કાવ્યો. લે. રતુદાન રોહડિયા, પૃ. ૧૭૭ (ग) મહેશદાન મિશણ રે, ‘મોરબીને મુખેથી.’ તા. ૧-૩-૭0)
કેટલીક રચનાઓ કેવળ આણંદના નામવાળી, કેટલીક રચનાઓ કરમાણંદના નામવાળી, તો કેટલીક રચનાઓ બંનેના નામવાળી મળે છે.
મૂર્ધન્ય વિદ્વાન શ્રી હરિવલ્લભ ભાયાણીએ આણંદ અને કરમાણંદના ૧૪ જેટલા દુહા સંશોધન કરીને ‘ઊર્મિ નવરચના'ના જાન્યુ. ૧૯૭૮ના અંકમાં પૃ. ૫૭૪ થી ૫૭૬ પર પ્રગટ કરેલા. એ જ અંકમાં શ્રી જયમલ્લ પરમારે લોકકંઠે રસળતાં રસળતાં ગુજરાતીકરણ થયેલા આણંદ અને કરમાણંદના ૨૪ દુહાઓ આપ્યા છે. તેમાંથી ઉદાહરણ લઈએ.
ભાયાણીના લેખનો દુહો :
કરમાણંદ કુમાણસો, ગુણ કીધો ન જાઈ,સીહ પડ્યો અજાડીંઈ, જાસ કટઢ તસ ખાઈ.(‘ઊર્મિ નવરચના', જાન્યુઆરી, ૧૯૭૮ ‘આણંદ-કરમાણંદ-વાક્ય' લે. શ્રી હરિવલ્લભ ભાયાણી, પૃ. ૫૭૫)
એ દુહાનું અત્યારનું લોકમુખે થયેલું પાઠાંતર જયમલ્લ પરમાર આ પ્રમાણે આપે છે :
આણંદ કહે કરમાણંદા, ગુણ કર્યો કાં જાય;સાવઝ પડ્યો અજાડીએ, કાઢે તેને ખાય.(‘ઊર્મિ નવરચના', જાન્યુઆરી, ૧૯૭૮, ‘દુહા પરિચય' લે. શ્રી જયમલ્લ પરમાર પૃ. ૫૭૩)
બંને દુહામાં દૃષ્ટાંત દ્વારા કૃતઘ્ન માનવ સાથે પનારો ન પાડવાનો ઉપદેશ છે.
ભાયાણીનો એક દુહો પુનઃ જોઈએ :કરમાણંદ આણંદ કહઈ, એ નર નમીઆ કાંઈ;જિણ વાટે જોબન ગયું, ફિરિ નિહાલે તાંઈ.(‘ઊર્મિ નવરચના', જાન્યુઆરી, ૧૯૭૮, ‘આણંદ કરમાણંદના દુહા’ લે. શ્રી હરિવલ્લભ ભાયાણી, પૃ. ૫૭૪)
જયમલ્લ પરમાર એ દુહાનું અત્યારનું વિકૃત પાઠાંતર આ પ્રમાણે ટાંકે છે :
આણંદ કહે કરમાણંદા, વાંકા કેમ વળ્યા;ઉનાળે હળ હાકલ્યાં, ને ભાદરવામાં ભર્યા.(‘ઊર્મિ નવરચના', જાન્યુઆરી, ૧૯૭૮, ‘દુહા પરિચય' લે. શ્રી જયમલ્લ પરમાર પૃ. ૫૭૩)
પ્રથમનો પ્રશ્ન વાંકા વળેલા વૃદ્ધજનને પુછાયો છે કે વાંકા વળીને-નમીને કેમ ચાલો છો ? વૃદ્ધ તેનો ઉત્તર આપતાં ચાલી ગયેલી જુવાની શોધવાનું કહે છે, તો વિકૃત પાઠાંતર અતિ શ્રમથી કાયા વાંકી વળી ગયાનું કહે છે, જે વાર્ધક્ય પ્રત્યે સંકેત કરે છે.
તે ઉપરાંત આણંદ કરમાણંદના નામાચરણવાળાં ૧૧ જેટલાં કાવ્યો પ્રાપ્ત થયા છે. ((क) સૌ.યુ.ચા.સા. હ.પ્ર,ભં. ચો.નં.૧૮, હ.પ્ર. ૭૦૬. ચો.નં.૩ર, હ.પ્ર.નં. ૧૭૩૮, ચો.નં.૨૬૨, હ.પ્ર.નં.૪૩૩૦, ચો.નં.૩૨૮, હ.પ્ર.નં.૪૩૯૪.) તેમાં કેટલાંક સિદ્ધરાજ જયસિંહને સંબોધીને, કેટલાંક કંકાળણને સંબોધીને કહેવાયાં છે, જે આણંદ-કરમાણંદે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કંકાળણ ભાટણ સાથે કાવ્યચર્ચા કર્યાની પ્રચલિત દંતકથાને ટેકો આપે છે.
આણંદના નામાચરણવાળું અને જયસિહદેવને સંબોધીને કહેવાયેલ કવિત :
માંડણ પિઉ સો મન, કરે ગ્રહ આંગણ સોતી;અડીઅડ જેમ આકાસ, માંગ જમ દીપે મોતી,સોળ કળ સંપૂર ચંદ્ર, ભાલ પણ સોહે;ખણ અધરિ ખણ અધરિ, રાહ ભૂલો મુખ જુવે,ટળ રયો સંજોગ વેળાહ ટળી, હેક ત્રિ પે ન થયું હરણ,આણંદ કહે જેસંગ રાઉ તેણ રેણિ ન થિયું ઘરણ.(એક નારી પતિમાં મન પરોવીને ઘરઆંગણે ફળીમાં સૂતી હતી. જેમ આકાશમાં તારાઓ શોભે તેમ તેના સેંથામાં મોતીઓ શોભતાં હતાં. ચંદ્ર પણ સોળ કળાનો પૂર્ણ હતો. એ જ પ્રમાણે સુંદરીનો મુખચંદ્ર પણ શોભતો હતો. એ વેળા ગ્રહણયોગ હતો, પણ નારીના મુખચંદ્રને જોઈને રાહુ વિભ્રમિત થઈ જતાં ક્ષણેક આકાશસ્થિત ચંદ્ર સામે, તો ક્ષણેક પૃથ્વીસ્થિત નારીના મુખરૂપ ચંદ્ર સામે જોતાં જોતાં જ ગ્રહણની વેળા, સંયોગો ચાલ્યા ગયા. આમ, એક નારીને કારણે હું જયસિંહદેવ, તે રાત્રિએ ગ્રહણ ન થયું.)(क) સૌ.યુ.ચા.સા, હ.પ્ર.ભં. ચો.ન.૩૨, હ.પ્ર.૧૭૩૮)
કરમાણંદે કંકાળણ ભાટને સંબોધીને કહેલું કવિત :
અવધ છંડ શ્રીરામ, વનવાસ પોહતા;હરી સીત દહ કંધ, ગિઓ સંગ્રામ અંતતે;ભડ અનેક લખમણ ભડે, બાણ લખમણ ધર પાડે;અનડ મૂળ ઉપાડે, આણવે ધુણધર ગિર ઉપાડે;અણિ વે ધુણધર ગરજિઓ, લહર નિર ઉપર પડી;કરમાણંદ કહે કંકાળણી, તહિએ મચ્છ ગર સર ચડી.(જ્યારે અવધચંદ્ર એવા શ્રી રામ વનવાસે ગયા ત્યારે રાવણે ઘોર વનમાંથી સતી સીતાનું હરણ કર્યું અને એ કર્મનું અંતિમ પરિણામ યુદ્ધરૂપે આવ્યું. એ સંગ્રામમાં અનેક યોદ્ધાઓ સાથે લક્ષ્મણ લડ્યા અને મેઘનાદના બાણે લક્ષ્મણને ધરતી પર પછાડી દીધા એ વેળા સંજીવની ઔષધી લેવા માટે ગયેલા પવનપુત્ર હનુમાને આખો દ્રોણાચલ પર્વત મૂળમાંથી જ ઉપાડી લીધો અને પર્વત સહિત રણભૂમિમાં આવીને હનુમાને જ્યારે પ્રલંબ ગર્જના કરી ત્યારે એ વિકટનાદથી ઉછળીને સાગરની લહેરો પર્વતના શિખર પર પડી. કરમાણંદ કહે છે : કવિયણ કંકાળણ. એ દિવસે સાગરની માછલી પર્વતનાં શિરે (શિખરે) ચડી)((क) સૌ.યુ.ચા.સા. હ.પ્ર.ચો.નં.૨૬૨. હ.પ્ર.નં.૪૩૩૦)
(ક્રમશ :...)
0 comments
Leave comment