4.33 - અહો સુંદર શરદની રાત્રિ ! / રાજેન્દ્ર શાહ


અહો સુંદર શરદની રાત્રિ !
શ્યામ વસન શત દીપક અંકિત
સોહ્ય, સુકોમલ ગાત્રિ !

નહિ ટહુકાર છતાં ય નિખિલ શું
સભર ભર્યું તવ ગાને !
અંચલની લહરી સહ રમતો
સમીરણ સુરભિત પ્રાણે !
હરખી હરખી રહી કશું મનોમન,
ચંચલ દ્યુતિમય ચમકે લોચન.

અવગુંઠન થકી ઉદય પથે
પલ પલ નિરખત હે રાત્રિ !
ક્ષિતિજ બની રહી રંગીન, આવે
કોણ અરુણરથયાત્રી !


0 comments


Leave comment