4.35 - પેલાં રાનભૂમિના લેલાં / રાજેન્દ્ર શાહ


પેલાં રાનભૂમિનાં લેલાં
આસોને માસ માટેલાં
આજ મારી અમરાઈમાં આવી રમતા ઘેલાં.....
રાનભૂમિનાં લેલાં.

ધૂળિયો જેનો રંગ....
તે પળને કાજે નેણ ભૂલે, ના નિરખે એનાં અંગ;
વણ માગેલો સંગ મળે છે,
કોઈ પુરાતન પ્રીત ફળે છે,--
કાળને વિષે ક્યાં ય દીઠેલા ?... રાનભૂમિના લેલાં.

ડોક ઊંચેરી જોઈ લ્યો બાદુર,
ચાલમાં જાણે જોઈ લ્યો દાદુર.
દૂરની કોઈ ડાળીએ બેસી કરતા કોલાહલ,
આવતાં ઓરાં, થૈને મૂંગાં શાંય તે ધરે છલ !
કોઈ જાદુઈ પરશે મારું મન બને પિચ્છલ !
મને લઈ જાય રે ભેળાં !...રાનભૂમિના લેલાં.


0 comments


Leave comment