4.41 - મારી સુષુમણાનો તાર / રાજેન્દ્ર શાહ


મારી સુષુમણાનો તાર
એનો કોણ બજવણહાર ?
મારી ઝંખના અપાર !
નયણાંએ ભેદ નહિ જાણિયો હોજી.

ક્યારે રે ગાજે છે અનહદ વાદળાં,
ક્યારે જલ ઝણકાર,
ક્યારે રે મરદંગ ક્યારે ઘૂઘરા,
ક્યારે બીન રણકાર. – એનો...

ઝીણો રે શબદ એ નો ઝીલવા
આવ્યા વાયુ આવ્યા ભાણ,
મનના તે સ્વામી આવ્યા ચંદ્રમા,
દિશાઓએ માંડ્યા કાન. – એનો...

બોલે ને બોલે તે અદકો ટળવળે
જીવડો અદકો હોરાય,
ભવનો અંધાપો ક્યારે ભાંગશે,
અણદીઠ ક્યારે ઓળખાય? – એનો...


0 comments


Leave comment