3.24 - ગીત ૩૯ કાયાને કોટડે બંધાણો / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


નિરાકારની આ સાકાર લીલાનું ભજનવાણીની પરંપરાનું ગીત. ‘एकोड़हम बहु स्याम्'નો વિચાર અહીં રજૂ થયો છે. નરસિંહની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ પંક્તિનું પણ સ્મરણ થશે. આ પ્રગટ પ્રભુ જેમાં છે તે સૃષ્ટિનો અહીં મહિમા કરાયો છે, મિથ્યાત્વ દર્શાવાયું નથી. આવો નિરાકાર પરમેશ્વર મનુષ્યના શરીર રૂપે સાકાર થયો છે. જે આ પામી શકે છે તે જ સ્વ અને પરમાં ભેદ જોતો નથી. આથી જ આવો જ્ઞાની, જે પરમેશ્વર ‘અલખ' હતો તે ‘લાખેણા રંગમાં રંગાણો' એવું તત્ત્વચિંતન કરી શકે છે.

અલખ-અદીઠ, નિરાકાર, અંકાશ-આકાશ, જાણ રે ભેદુ- બ્રહ્મજ્ઞાની, બ્રહ્મનો ભેદ જાણનાર


0 comments


Leave comment