67 - શમણે આવી રોજ સવારે અમથું મને ભવનું ભાથું દઈ જશો ને / અશરફ ડબાવાલા


શમણે આવી રોજ સવારે અમથું મને ભવનું ભાથું દઈ જશો ને.

અમને હતું એમ કે અમે ડેલીએ જડ્યા સાંકળે બેસી વાયરે હલ્યા કરશું;
અમને થયું એમ કે તમે વેલને પાણી પાઈ લેશો ને આંખમાં અમે તરશું;
હેલના કાંઠા ખોબે ખોબે પી લેશું ને તળિયે તમે રહી જશો ને.
...... શમણે આવી....

આંગણે સૂની ડાળની ઉપર કાગડો બોલે તેમ છતાંયે કંઈ ન હશે સુખ,
દન પછી કાંઈ આવશે એવા આભલે તમે આભલું જોશો નંઈ તમારું સુખ;
પાનીએ કાંટો પાકશે તોયે પગને તમે મારગ પાસે લઈ જશો ને.
...... શમણે આવી....


0 comments


Leave comment