69 - કંઠી બાંધી છે તારા નામની / અશરફ ડબાવાલા
કંઠી બાંધી છે તારા નામની.
અઢળક ને અઢીમાં ફેર નહિ કાંઈ એવી લાગી મમત તારા ગામની.
માંગ્યું મને ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઈ પૂછો ના મે’તાજી જેમ,
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.
....... કંઠી બાંધી છે તારા નામની.
કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે,
ચરણોને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલુ છું કોઈના જોરે,
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની.
....... કંઠી બાંધી છે
0 comments
Leave comment