12 - રેતમાં જળના આભાસનો પેંતરો / અશરફ ડબાવાલા
રેતમાં જળના આભાસનો પેંતરો,
એની સામે પડ્યો પ્યાસનો પેંતરો.
ખોટ છેલ્લે તો સાલી હવાની મને;
એણે કેવો કર્યો શ્વાસનો પેંતરો !
જીવ લીલા કે લયમાં સમાયો નહીં;
સાવ ખાલી ગયો રાસનો પેંતરો.
એની મુઠ્ઠીમાં વર્તુળની સીમાઓ છે;
સીધી લીટી સમો વ્યાસનો પેંતરો.
લાગણીઓ ગઝલ માટે નિષ્ફળ રહી;
ને ફળ્યો તો ફળ્યો પ્રાસનો પેંતરો.
0 comments
Leave comment