75 - ઓય માથી હાશ લગી પહોંચ્યા પછી કેમના જાશું ? / અશરફ ડબાવાલા


ઓય માથી હાશ લગી પહોંચ્યા પછી કેમના જાશું ?

નાનપણથી રમતા મારી સાથે મારા કોડના ભેરુ,
કાલ પાંચીકા જીતતા હતા, આજ પડ્યા છે પગમાં મેરુ;
આભને અડી મેઘધનુમાં કેટલા બોલો હીંચકા ખાશું ?
....... ઓય માથી....

મનમાં અમે જેટલું હાલ્યા એટલા ગયા મનની ઓરા,
મનની વાટે કોણ જુએ છે કેટલા ખાડા, કેટલા ઢોરા;
તળની ભીતર જઈને પછી જીવને બાઝી કેટલું ગાશું ?
....... ઓય માથી....


0 comments


Leave comment