76 - તો પછી…. / અશરફ ડબાવાલા


તો પછી
આપણે બીજાઓની જેમ
જીવી નાખીએ.

ઘરને ફ્લેટ કહીએ
અને
ઉંબર સુધી આવનાર પગલાંને
કોલબેલના અવાજ રૂપે યાદ કરીએ.

સાયકૉલોજીમાં interest લઈએ
અને
ગમે તેનું psychoanalysis કરીએ.

બાળકોને કૅડબરી આપીએ
અને
ઍક્વેરિયમની માછલી માટે
નિયમત ખોરાક લાવીએ.

દીવાલ પરથી પડીને
ફૂટી ગયેલી બાપુજીની છબી જોઈને
‘survival of the fittest’ નો topic ખોલીએ
અને
ડાળ પરથી ખરતાં પાંદડાંને
ઋતુઓનો ક્રમ કહીએ.


0 comments


Leave comment