૮૧ TV INERTVIEW – ના પ્રશ્નો / અશરફ ડબાવાલા


ખરેલાં પાનને :
-તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ ?
-ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો ?
-નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશો છે ?

સરકસના સિંહને :
-જંગલ અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું ?
-તાળીઓ સાંભળીને તમે શું અનુભવો છો ?
-તમે રિંગમાસ્ટરને તેનાં બાળકો સાથે રમતાં જોયો છે ?

જન્મથી અંધ બાળકને :
-તમે ક્યારેય આકાશને સપનમાં જોયું છે ?
-તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે ?
-તમને પહેલી વાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો ?



0 comments


Leave comment