82 - પ્રતીક્ષા / અશરફ ડબાવાલા
બહારગામથી આવનાર
સ્નેહી જેવી કવિતા
થોડી વારમાં જ
તેના સરસામાન સાથે
આવી ચડવાની છે.
સ્વાગત માટે
શબ્દો અનુસંધાનનાં ફૂલો લઈને ઊભા છે.
મિલનની પળો માટે
લયની આંગળીઓ આતુર છે.
હવે તેના આવવાને બહુ વાર નથી.
ચાલ,
કેળાની છાલ જેવી કોઈ સભાનતા
પગમાં ન આવે એવી રીતે
બસસ્ટેશન પર બસની રાહમાં
ઊભા હોઈએ એમ
તેના વિચારોમાં લીન થઈ જાઉં.
0 comments
Leave comment