70 - નથી દીઠો પણ જાણું છું કે હરજી લાગે કેવો / અશરફ ડબાવાલા
નથી દીઠો પણ જાણું છું કે હરજી લાગે કેવો.
દર્પણમાં જોઉં તો મારી કીકીથીય સવાયો,
પરપોટાની અંદર હરજી પાણીનો પડછાયો;
પગલાં અંદર જોઈ શકો તો લાગે પગની જેવો.
..... નથી દીઠો પણ..
આંખો સમજે મોરપિચ્છ ને મનને ટહુકો લાગે,
આંગળીઓમાં અક્ષર થઈને કાગળિયામાં જાગે;
શમણાનું પીતાંબર પહેરી સવાર લાગે એવો.
..... નથી દીઠો પણ..
0 comments
Leave comment