72 - રોજ કૂવો લઈ ઘર આવ્યા ને મટકી તો ના ફૂટી રે ! / અશરફ ડબાવાલા
રોજ કૂવો લઈ ઘર આવ્યા ને મટકી તો ના ફૂટી રે !
કંકરની છે પ્યાસ જનમથી જળની માયા છૂટી રે !
અંતરઘટમાં હોળી મેં તો શબદ રંગથી ખેલી રે !
વાત કરું તો નિર્મળ લાગુ, મૌન રહું તો મેલી રે !
દરશન જળથી અંતર પલળે, પણ નીતરતી કાયા રે !
ભીતરની મેડીને રામે તનના દીધા પાયા રે !
મોર ભર્યો મોતીથી એમાં હેતની મૂકી કલગી રે !
ટહુકો ભરવા લાગી ત્યાં તો સળકી ઊઠી વીજળી રે !
અંદર સઘળું આડુંઅવળું, બહાર બધું સોંસરવું રે !
હાંફ લઈને સામા પૂરે અંદર અંદર તરવું રે !
0 comments
Leave comment