39 - હું ટેરવામાં એવી બગાવત મૂકી ગયો / અશરફ ડબાવાલા
હું ટેરવામાં એવી બગાવત મૂકી ગયો,
સ્પર્શોથી પણ નિકટની હું બાબત મૂકી ગયો.
નક્કી પવનને કોઈ શરણ સાંભર્યું હશે;
પીળાં થયેલા પર્ણો યથાવત મૂકી ગયો.
હું રાજવી ચરણનો ભલે રસ્તે મર્યો છું;
પગલાંની એક મોટી રિયાસત મૂકી ગયો.
પાપી હું ના થયો કે પયગંબર બન્યો નહીં;
પણ આસ્તિકોના મનમાં કયામત મૂકી ગયો.
ઘટના તો થૈ ગઈ ને રહી મારી માન્યતા;
ભાગેલો ચોર જાણે અદાલત મૂકી ગયો.
0 comments
Leave comment