57 - આયખું અજવાળા જેવું હોય છે / અશરફ ડબાવાલા
આયખું અજવાળા જેવું હોય છે,
આંખના પલકારા જેવું હોય છે.
એક માણસ કેટલું હાંફી શકે !
શ્વાસને મર્યાદા જેવું હોય છે.
હું અવાજો તોડવા બેબાકળો;
હાથમાં ભણકારા જેવું હોય છે.
ભૂલના પરબીડિયા અંદર જુઓ,
લાગના સરનામા જેવું હોય છે.
ચાલવાના અર્થમાં ચાલ્યા પછી,
થોભવું દરવાજા જેવું હોય છે.
0 comments
Leave comment