85 - MERCY KILLING / અશરફ ડબાવાલા
હવે
કદાચ
એવું પણ બને કે
ભૂખથી ટળવળતા
કોઈ બાળકને
ઊંઘ ન આવતી હોય
ત્યારે
ઈશ્વર પ્રકટ થઈને
તેના માથા પર
હાથ રાખી કહે,
“જો હું તને
વરદાન આપું છું કે
તને
ભૂખ્યા પેટે પણ
ઊંઘ આવી જશે
અને તારે
પાછું ઊઠવુંય નહીં પડે.“
Developed by Accurate Infoway
0 comments
Leave comment