81 - પુખ્તતા / અશરફ ડબાવાલા


બાળપણમાં
મને ગામના પાદરે
પાળિયાઓ જોવાનો
ખૂબ શોખ હતો.
નિશાળમાં શિક્ષક પાસેથી
પાળિયાઓ વિષે દંતકથાઓ
રસપૂર્વક સાંભળતો.
રાત્રે દાદીમા
એકાદ શૂરવીરતાભરી વારતા કહે
તો જ ઊંઘ આવતી.
આજે પચ્ચીસ વર્ષ પછી,
રોજ રાત્રે સૂતાં પહેલાં
હું મારા ફ્લેટને અચૂક
અંદરથી લૉક કરું છું.


0 comments


Leave comment