35 - રજૂ મેં ના કરી તેથી પાછી ખાનાખરાબીને / અશરફ ડબાવાલા
રજૂ મેં ના કરી તેથી પાછી ખાનાખરાબીને,
જમાનો જોશમાં ગાતો હતો મારી કહાનીને.
તમે ભટકેલ માણસની કથાને સાંભળી, સમજો;
ન પૂછો પ્રશ્ન એકે પણ કદી હાજરજવાબીને.
નજીવાં રોજનાં કંઈ દુઃખ મને ખેંચી ગયાં, તેથી –
તજી દીધી તમારી યાદની જાહોજહાલીને.
અમે કઠપૂતળી જેમ જ સમયના હાથમાં નાચ્યા;
અમે સમજ્યા ક્ષણોને લય અને ઝાંઝર ગુલામીને.
તને અખબારમાં વાંચે અજાણ્યા દેશના લોકો,
અમે શોધી રહ્યા જો ઘર તરફ કોઈ ટપાલીને.
0 comments
Leave comment