21 - જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે / અશરફ ડબાવાલા


જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે,
નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.

તું દ્વાર ઉઘાડીશ તો ભરમ પણ નહિ રહે;
સાંકળ કે ટકોરા કે પ્રતીક્ષાની મજા દે.

જો તું કહે તો મેઘધનુષ પણ હું થઈ શકું;
એક વાર મને ગમતો જરા રંગ થવા દે.

નાદાન અમે માંગતા આકાશ ભલે ને;
ચરણોને રઝળવા ને ભટકવા તું ધરા દે.

તારાથી ઘણે દૂર હું મારામાં ગયો છું;
પાછો હું વળી જાઉં મને એવી સદા દે.


0 comments


Leave comment