66 - સાત સમંદર પાર સમું એક પગમાં આવ્યું ગામ / અશરફ ડબાવાલા


સાત સમંદર પાર સમું એક પગમાં આવ્યું ગામ,

શાંત પડેલા જળને દીધો કાંકરીએ એક સાદ,
રાસ ચગ્યાની જેવો ઊમટ્યો વમળોમાં ઉન્માદ,
મનનો વાગ્યો ઢોલ ને પ્રકટ્યા ઢોલીડામાં શ્યામ,
....... સાત સમંદર પાર સમું....

પડતા ઊંધેકાંધ અમે જ્યાં જોઈ લીધી વનરાઈ,
પડનારાને ફેર પડે શું હોય ખીણ કે ખાઈ,
અધ્ધરપધ્ધર ઝળઝળિયાં પણ થયાં ઠરીને ઠામ,
........ સાત સમંદર પાર સમું....

અજવાળાની આડ લઈને અંધારાંને જોયાં,
શગની વાતું કરતાં કરતાં અમે મેશમાં મોહ્યા;
અણસારાને કાંઠે નીકળ્યું છેવટ તીરથધામ,
..... સાત સમંદર પાર સમું....


0 comments


Leave comment