25 - ખડક ખડક લે ખળખળ થૈ ગ્યા / અશરફ ડબાવાલા


ખડક ખડક લે ખળખળ થૈ ગ્યા,
ઝામરવા પણ ઝળહળ થૈ ગ્યા.

ઊગી ગયાં તે કૂંપળ થૈ ગ્યા,
ફળી શક્યા તે શ્રીફળ થૈ ગ્યા.

પુસ્તક પોથી વાંચી લીધાં;
અંતે કોરા કાગળ થૈ ગ્યા.

કોલાહલથી ભાગી આવી,
કમરાઓની ખળભળ થૈ ગ્યા.

ફૂલો ના પામ્યા શું થયું ?
પથ્થર ફેંકી ચળવળ થૈ ગ્યા.


0 comments


Leave comment