33 - મારા પગરવને એ પાંપણમાં સજાવી રાખે / અશરફ ડબાવાલા
મારા પગરવને એ પાંપણમાં સજાવી રાખે,
આંખો ઢાળીને પાછા દ્વાર ઉઘાડી રાખે.
હું તો હોઉં છું પાણી જેમ સતત દરિયામાં;
મારી નૈયાને કોઈ પાર ઉતારી રાખે.
લડવા તૈયાર નથી જેઓ સૂરજની સામે,
સઘળી રાતોને તેઓ ખ્વાબ વિનાની રાખે.
મારી મરજી ને મારા હાથો સાવ નક્કામા;
મારા સિક્કાને કોઈ રોજ ઉછાળી રાખે.
પૂરો વનવાસ કરી સીધો ઘેર આવીશ હું;
મારા આંગણામાં કોઈ ફૂલ ઉગાડી રાખે.
0 comments
Leave comment